Satya Tv News

સેમ્યુનલ સૌથી પહેલા એરોસિટી ફાઈવ સ્ટાર હોટલમાં ઈશા દવેના ખોટા નામે ઉતરી હતી. મહિલા 15 દિવસના રોકાણ દરમિયાન સ્વાદિષ્ટ ભોજન ખાતી, કપડાની ઈસ્ત્રી કરાવતી, મોંઘી સ્પાની સર્વિસ પણ લેતી અને મોઁઘામાં મોંઘું ડિનર કર્યું હતું આ બધાનું બીલ આવ્યું હતું લગભગ 7 લાખ રુપિયા પરંતુ તે બીલ આપ્યાં વગર ફરાર થઈ ગઈ હતી. મહિલા પર હોટલના સ્ટાફે આરોપ લગાવ્યો છે કે તેણે પેમેન્ટ કરવા માટે બેંકની યુપીઆઈ એપનો ઉપયોગ કર્યો હતો, જે ક્યારેય ન થયું. પોલીસને શંકા છે કે મહિલાએ બનાવટી મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કર્યો હતો અથવા બનાવટી બીલ બનાવ્યા હતા.

મહિલાની તપાસ કરી તો તેના ખાતામાં માત્ર 41 રૂપિયા જ મળ્યા હતા. મહિલાના નામે માત્ર એક જ બેન્ક એકાઉન્ટ મળી આવ્યું હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ ખાતામાં પૈસા નથી. તે નવા વર્ષની ઉજવણી માટે એકલા દિલ્હી આવી હતી. પોલીસે જણાવ્યું કે તે 13 જાન્યુઆરીએ હોટલ છોડવાની હતી. જ્યારે સ્ટાફને ખબર પડી કે તેમણે બિલ જમા કરાવવા માટે ખોટી વિગતો આપી છે, ત્યારે તેઓએ મહિલાને અટકાવી હતી. મહિલાએ એક તપાસ અધિકારીને કહ્યું કે તે ડોક્ટર છે. એટલું જ નહીં મહિલાએ ન્યૂયોર્કમાં રહેતી હોવાનું પણ જણાવ્યું હતું. તેના લગ્ન થોડા વર્ષો પહેલા થયા હતા, પરંતુ તેના છૂટાછેડા થઈ ગયા હતા. પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, તેણે ઈશા દવે નામે નકલી ઓળખપત્રનો ઉપયોગ કર્યો હતો.

error: