હેમંત સોરેનની પત્ની કલ્પના સોરેન કોઈ રાજકીય પૃષ્ઠભૂમિની નથી અને મૂળ ઓડિશાના મયુરભંજ જિલ્લાની છે. કલ્પના સોરેનનો જન્મ 1976 માં રાંચીમાં થયો હતો. તેમના પિતા બિઝનેસમેન છે અને માતા ગૃહિણી છે. કલ્પનાના લગ્ન 7 ફેબ્રુઆરી 2006 ના રોજ હેમંત સોરેન સાથે થયા હતા. કલ્પના અને હેંમત સોરેનને નિખિલ અને અંશ નામના બે બાળકો છે. કલ્પના બિઝનેસ અને ચેરિટી વર્ક સાથે જોડાયેલી છે.ભાજપના નેતા અને પૂર્વ સીએમ રઘુબર દાસે આરોપ લગાવ્યો હતો કે સીએમ હેમંત સોરેને તેમની પત્નીના વ્યવસાય માટે 4.55 એકરનો પ્લોટ ફાળવવા માટે સત્તાનો દુરૂપયોગ કર્યો હતો. આદિવાસીઓ માટે બનાવવામાં આવેલા પ્લોટ પૂલમાંથી કલ્પના સોરેનની કંપની સોહરાઇ પ્રાઇવેટ લિમિટેડ માટે જમીન ફાળવાઈ હતી.
બંધારણની કલમ 361 હેઠળ રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને સિવિલ અને ક્રિમિનલ એમ બન્ને કેસમાં ધરપકડમાંથી છૂટ મળી છે. જોકે પદ પર ન હોય ત્યારે તેમની ધરપકડ થઈ શકે છે. તો બીજી તરફ પીએમ, મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યોને સિવિલ કેસોમાંથી છૂટ છે પરંતુ ક્રિમિનલ કેસોમાંથી તેમની પણ ધરપકડ થઈ શકે છે. 1997માં ઘાસચારા કૌભાંડમાં લાલુ યાદવની અને 2014માં તમિલનાડુના સીએમ જયલલિતાની ધરપકડ કરવામાં આવી હતી.