Satya Tv News

ચેન્નઈમાં ગ્રેટર ચેન્નાઈ કોર્પોરેશન દ્વારા સંચાલિત પ્રાથમિક અને માધ્યમિક શાળાની ત્રણ વિદ્યાર્થિનીઓ પર એક અજાણ્યા વ્યક્તિએ અનેક વખત રેપ કર્યો હતો. આ રેપ સ્કૂલની બહાર થયો હતો. અજાણ્યાના રેપનો ભોગ બનેલી છોકરીઓની ઉંમર 8 થી 10 વર્ષની વચ્ચે છે. છોકરીઓ છેલ્લા બે વર્ષથી અજાણ્યાના યૌન શૌષણનો ભોગ બનતી રહી હતી તેમને કોઈને વાત નહોતી કરી કારણ કે તેમને કહેવામાં આવ્યું હતું કે જો તેઓ કોઈને વાત કરશે તો તેમને અને પરિવારને મારી નાખવામાં આવશે. ધમકીની બીકે છોકરીઓ કંઈ બોલી શકતી નહોતી.

આ ઘટનામાં સ્કૂલમાં ભણતાં 9 વર્ષના એક છોકરાની ભૂમિકા સામે આવી છે. આ છોકરો ભોગ બનેલી છોકરીઓને સ્કૂલ બહાર અજાણ્યા પાસે લઇ જતો હતો અને પેલો નરાધમ છોકરીઓ પર રેપ કરીને તેમને ચૂપ રહેવાની ધમકી આપતો હતો. એક ચોથી છોકરીને પણ તાજેતરમાં જ નવ વર્ષનો છોકરો અન્ય છોકરીઓ સાથે હુમલાખોર પાસે લઈ ગયો હતો, પરંતુ તે છટકી ગઈ હતી અને તેણે તેના માતાપિતાને જાણ કરી હતી. ત્યારબાદ માતા-પિતાએ અન્ય બાળકોનો સામનો કર્યો અને ત્યારે જ છોકરીઓએ ખચકાટ સાથે આ હુમલા વિશે ખુલીને વાત કરી.

error: