ટ્રસ્ટના ઓફિસ ઇન્ચાર્જ પ્રકાશ ગુપ્તાના જણાવ્યા અનુસાર ગર્ભગૃહની સામે દર્શન પથ પાસે ચાર મોટા કદની દાનપેટીઓ મૂકવામાં આવી છે, જેમાં ભક્તો દાન કરી રહ્યા છે. આ ઉપરાંત 10 કોમ્પ્યુટરાઈઝ્ડ કાઉન્ટર પર પણ લોકો ડોનેશન આપે છે. આ ડોનેશન કાઉન્ટરો પર મંદિર ટ્રસ્ટના કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે, જેઓ સાંજે કાઉન્ટર બંધ થયા બાદ મળેલી દાનની રકમનો હિસાબ ટ્રસ્ટની ઓફિસમાં જમા કરાવે છે. 11 બેંક કર્મચારીઓ અને મંદિર ટ્રસ્ટના ત્રણ કર્મચારીઓ સહિત 14 કર્મચારીઓની ટીમ ચાર દાનપેટીમાં આવેલા દાનની ગણતરી કરી રહી છે. ગુપ્તાએ કહ્યું હતું કે ડોનેશન ડિપોઝિટથી લઈને ગણતરી સુધીની તમામ બાબતો સીસીટીવી સર્વેલન્સ હેઠળ કરવામાં આવે છે.રેકોર્ડબ્રેક દાનની ઉપરાંત રામલલાના દર્શને આવનાર ભક્તોની સંખ્યા પણ ઓછી નથી. અત્યાર સુધી 25 લાખ ભક્તોએ દર્શન કર્યાં છે અને સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.