Satya Tv News

પાલનપુર વર્તુળ કચેરીના SE એટલે કે અધિક્ષક ઇજનેર સંજય રસિકલાલ પટેલે ટેન્ડર એપ્રુવ કરવાને લઈ 82 હજાર રુપિયાની માંગણી કરી હતી. જેને લઈ કોન્ટ્રાક્ટરે એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબીએ આ માટે છટકુ ગોઠવ્યુ હતું.મહેસાણા એસીબીએ કોન્ટ્રાક્ટરની ફરિયાદ આધારે પાલનપુર UGVCLની કચેરીમાં છટકાનું આયોજન કર્યુ હતું. જ્યાં 82 હજારની રકમ સામે 70 હજાર લાંચનું નક્કી કરવામાં આવ્યુ હતુ. જેમાંથી 50 હજાર રુપિયાની હાલમાં સગવડ હોઈ એ મુજબ લાંચ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. સંજય રસિકલાલ પટેલે પચાસ હજાર રુપિયાની રકમ હેતુલક્ષી વાતચીત કરીને સ્વિકારતા ઝડપી લેવામાં આવ્યા હતા. સંજય પટેલ નિવૃત્તિથી નજીક હતા અને ઈન્ચાર્જ તરીકે પદ સંભાળી રહ્યા હતા. જોકે આ દરમિયાન તેઓ એસીબીના છટકામાં ઝડપાઈ જવા પામ્યા હતા.

error: