Satya Tv News

મેષ (અ.લ.ઈ.)
મેષ રાશિના જાતકોને સામાજિક સેવામાં રૂચિ વધશે તેમજ વહીવટી કામમાં નુકસાનથી સંભાળવું અને સ્નેહીમિત્રોની મુલાકાતથી મન પ્રસન્ન જણાશે, વાયુજન્ય બીમારીમાં સાવધાની રાખવી

વૃષભ (બ.વ.ઉ.)
આ રાશિના જાતકોને શેર-સટ્ટાના કામકાજમાં લાભની સંભાવના તેમજ પરિવારમાં સાધારણ ક્લેશ જણાશે અને નાના-મોટા રોકાણમાં લાભ થાય, માનસિક ચિંતાથી દૂર રહેવું

મિથુન (ક.છ.ઘ.)
ધંધા-નોકરીમાં ઉત્તમ તક મળે અને કુટુંબ પરિવારના સહયોગથી લાભ થાય તેમજ દામ્પત્ય સુખમાં વૃદ્ધિ થાય, લે-વેચના કામકાજમાં લાભની સંભાવના

કર્ક (ડ.હ.)
વ્યવસાયના કામમાં આવકમાં વૃદ્ધિ અને મશીનરીને લગતા કામકાજમાં ફાયદો તેમજ ભાગીદાર પાર્ટનર સાથે યાત્રાના યોગ બને તેમજ સકારાત્મક વિચારોથી સાથીઓનો સહયોગ

સિંહ (મ.ટ.)
સિંહ રાશિના જાતકોને વ્યવસાયમાં નવા કામ મળે તેમજ સાથી કર્મચારી અને સહયોગીથી લાભ અને મા-બાપના આશીર્વાદથી અધૂરા કામ પૂરાં થાય, તબિયતની બાબતે સાચવીને કામકાજ કરવું

કન્યા (પ.ઠ.ણ.)
કોઈપણ પ્રકારની ઉધારી કરવી નહીં અને લેવડ-દેવડ અને નાણાં બાબતે સાચવવું તેમજ મંગલપ્રસંગના કોઈ સારા સમાચાર મળશે, નજીકના સગા-વ્હાલાથી પરેશાની જણાય

તુલા (ર.ત.)
તુલા રાશિના જાતકોને સ્વાસ્થ્યની બાબતે સાવધાની રાખવી તેમજ ચંચળ સ્વભાવને સરળ બનાવો અને કારણ વગરની યાત્રાથી બચવું, આપના કરેલા સારા કામની સરાહના થાય

વૃશ્ચિક (ન.ય.)
નોકરી-ધંધામાં ધોખાઘડીથી બચવું અને સંપત્તિ બાબતે વિચારીને નિર્ણય લેવો તેમજ સાથી મિત્રોનો ઉત્તમ સહકાર મળે, તબિયત બાબતે કાળજી રાખવી

ધન (ભ.ધ.ફ.ઢ.)
આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે અને જવાબદારીવાળા કામમાં યશ મળશે તેમજ લાપરવાહીથી કરેલા કામમાં નુકસાન થશે, જૂના દર્દ અને પરેશાનીઓમાંથી મુક્તિ મળે

મકર (ખ.જ.)
સગા સ્નેહીજનોથી આર્થિક સહકાર મળશે અને કોઈપણ જાતના રોકાણ માટે સમય સારો નથી તેમજ સાથીઓને મદદ કરવાથી પ્રસન્નતા વધશે, ટેક્નિકલ ક્ષેત્ર સાથે જોડાયેલાને લાભ જણાય

કુંભ (ગ.સ.શ.ષ.)
આ રાશિના જાતકોને મિત્રો દ્વારા માનસિક વ્યથા અનુભવાશે તેમજ પરિવારમાં મોટાની મીઠી નજરથી લાભ થશે અને નોકરી-ધંધામાં લાભ થશે અને ભાગીદારીથી મનમુટાવ જણાશે

મીન (દ.ચ.ઝ.થ.)
વાહન ચલાવવામાં કાળજી રાખવી અને વેપાર-ધંધામાં મહેનત વધશે તેમજ અંગત માણસો સાથે ઉધારીથી બચવું, માનસિક અશાંતિનો અનુભવ થશે

Created with Snap
error: