જો કોઈ તમાકુ ઉત્પાદન ઉત્પાદક કંપની તેની પેકિંગ મશીનરી GST અધિકારીઓ પાસે રજીસ્ટર નહી કરાવે તો તેને 1 લાખ રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે. સરકારના આ પગલાનો ઉદ્દેશ્ય તમાકુ ઉત્પાદન ક્ષેત્રમાં આવકના લીકેજને રોકવાનો છે. ફાઇનાન્સ બિલ 2024 એ સેન્ટ્રલ GST એક્ટમાં સુધારા રજૂ કર્યા છે, જે મુજબ ત્યાં રજીસ્ટર્ડ ન હોય તેવા દરેક મશીન પર 1 લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે.મહેસૂલ સચિવ સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે GST કાઉન્સિલે છેલ્લી બેઠકમાં નિર્ણય લીધો હતો કે પાન મસાલા, ગુટખા અને તેના જેવા ઉત્પાદનો માટેના તેમના મશીનોની નોંધણી કરવામાં આવે જેથી અમે તેમની ઉત્પાદન ક્ષમતા પર નજર રાખી શકીએ.
મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, ગત વર્ષ સુધી રજીસ્ટ્રેશન ન કરાવનારાઓ પર કોઈ દંડ વસૂલવામાં આવતો ન હતો. જે કે, આ વખતે કાઉન્સિલે નિર્ણય કર્યો છે કે આ માટે થોડો દંડ થવો જોઈએ. જેના કારણે હવે રજીસ્ટ્રેશન ન કરાવનારને 1 લાખ રૂપિયાનો દંડ ફટકારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં GST કાઉન્સિલે પાન મસાલા અને ગુટખાના કારોબારમાં કરચોરીને રોકવા માટે રાજ્યના નાણાં પ્રધાનોની પેનલના અહેવાલને મંજૂરી આપી હતી.