Satya Tv News

ભારતીય સંગીતકાર અને તબલા વાદક ઝાકિર હુસૈન અને રાકેશ ચૌરસિયાએ ગ્રેમી એવોર્ડ જીત્યા છે. આ સાથે જ શંકર મહાદેવનને પણ ગ્રેમી એવોર્ડ મળ્યો છે. શંકર મહાદેવન અને ઝાકિર હુસૈનના બેન્ડ શક્તિએ ‘ધીસ મોમેન્ટ’ માટે બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક આલ્બમનો એવોર્ડ જીત્યો હતો. ગ્રેમીએ X પર પોસ્ટ શેર કરી અને લખ્યું, ‘શ્રેષ્ઠ વૈશ્વિક મ્યુઝિક આલ્બમ વિજેતા – ‘ધીસ મોમેન્ટ’ શક્તિને અભિનંદન.’ ભારતીય સંગીતકાર અને ગ્રેમી વિજેતા રિકી કેજે સ્ટેજ પર વિડિયો શેર કરીને બેન્ડને અભિનંદન પાઠવ્યા છે.

error: