તૌકીર રઝાએ કહ્યું કે બાબરી મસ્જિદ શહીદ થઈ ગઈ છે પરંતુ તે જ્ઞાનવાપીને શહીદ થવા દેશે નહીં. તેમણે આરોપ લગાવ્યો કે બાબરી મસ્જિદ સાથે જે અન્યાય થયો હતો તે જ અન્યાય હવે જ્ઞાનવાપી સાથે થઈ રહ્યો છે. આ દરમિયાન મૌલાનાએ મથુરાની શાહી ઈદગાહનો પણ ઉલ્લેખ કર્યો હતો. સરકાર પર આરોપ લગાવતા તેમણે કહ્યું છે કે બધુ 80/20 ની રમત છે. તેમણે એમ પણ કહ્યું કે બાબરી અને જ્ઞાનવાપી સિવાય દેશભરની 3000 મસ્જિદોની યાદી બનાવવામાં આવી છે.લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન મળવાના મુદ્દે તૌકીર રઝાએ કહ્યું કે માનવતાના ખૂનીને ભારત રત્ન આપવામાં આવી રહ્યો છે. CAA પર તેમણે કહ્યું કે CAA લાગુ થવા જઈ રહ્યું છે જે મુસ્લિમોની સ્વતંત્રતા પર હુમલો છે. તેમણે પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે સરકારી તંત્ર પર વિશ્વાસ કરવો એ પોતાની જાતને દગો આપવા સમાન છે. તેમણે કોઈપણ તપાસ સમિતિ પર વિશ્વાસ ન રાખવાનું પણ કહ્યું હતું.