Satya Tv News

હર્ષિલ જાદવ તનિષ્ક ટૂર એન્ડ ટ્રાવેલ્સ નામની કંપની ચલાવતો હતો પરંતુ તેની પર આશીમ સીડા નામના ફરિયાદીએ જૂનાગઢ બી ડિવિઝનમાં 1.20 લાખના ફ્રોડની ફરિયાદ નોંધાવી હતી. આ પછી આરોપી હર્ષિલને બોડકદેવ પોલીસ સ્ટેશનથી જૂનાગઢ બી ડિવિઝન આ ફરિયાદના આધારે લાવવામાં આવ્યો હતો. આ દરમિયાન પીએસઆઈ એમ.એમ. મકવાણા રિમાન્ડમાં માર ન મારવાના ત્રણ લાખ રૂપિયાની માંગણી કરી હતી. હર્ષિલનો પરિવાર આ પૈસા આપવા તૈયાર ન હતો. પૈસા ન મળતાં આરોપી પીએસઆઈ મુકેશે તેને ખૂબ માર માર્યો હતો. પીએસઆઈના ઢોરમારમાં હર્ષિલના ડાબા પગમાં ફેક્ચર અને જમણા પગના લીગમેંટ ફાટી ગયા તેમજ માથાના ભાગમાં પણ સખત ઇજા પહોંચી. જે બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાવમાં આવ્યો હતો જે બાદ આજ રોજ યુવકનુ મોત થયાના આક્ષેપ પરિવારે કર્યો છે. મુકેશ મકવાણાની ધરપકડ ટોક ઓફ ધ ટાઉન બની છે. પોલીસ બેડામાં પણ આ ઘટનાથી ભારે ચકચાર છે. જુનાગઢ પોલીસની આ બીજી શરમજનક ઘટના છે. આ અગાઉ PI તરલ ભટ્ટ પણ મોટો કાંડ કરી ચૂક્યા છે. તરલ ભટ્ટે 386 બેન્ક એકાઉન્ટ ફ્રિજ કરીને લોકો પાસેથી પૈસા ઉઘરાવ્યાં હતા. આ ઉપરાંત પણ ભૂતકાળમાં તે અનેક વિવાદમાં આવી ચૂક્યાં છે.

error: