Satya Tv News

લેક ઝોનનાં ભાગીદારોની પૂછપરછ કરતા ચોંકાવનારો ખુલાસો થવા પામ્યો હતો. જેમાં લેક ઝોનનાં ભાગીદારો ખુદ ન હોતા જાણતા બોટિંગના નિયમો. બોટિંગ માટે શું જરૂરી હોય છે તેનું એકેયને જ્ઞાન જ ન હતું. બોટિંગ માટે ક્યાં પ્રકારનો સ્ટાફ રાખવો જોઈએ તેની પણ જાણકારી ન હતી. જોખમી રાઈડ્સ માટે કેવા નિયમો હોવા જોઈએ તે જાણવાની પણ તસ્દી ન લીધી. તેમજ બોટિંગ સહિતના તમામ સ્ટાફની ભરતી નિલેશ જૈને કરી હતી. પૈસા બચાવવા લાયકાત વગરનો અને બિન અનુભવી સ્ટાફ પસંદ કર્યો હતો. તેમજ સંચાલકોએ જરૂરી લાયસન્સો, વીમો કે રજીસ્ટ્રેશન સુદ્ધા કરાવ્યું નથી.

વડોદરામાં બોટ દુર્ઘટનાના હજુ પણ 6 આરોપી ફરાર છે. ક્ષમતા કરતા વધુ લોકો હોવાથી બોટ પલટી હોવાનો FSL રિપોર્ટમાં ઉલ્લેખ છે. ત્યારે ગુનામાં સંડોવાયેલા 6 આરોપીઓની પોલીસને ભાળ નથી મળી. ઘટનાને 15 દિવસથી વધુ સમય વિત્યો છતા તમામ ભાગીદારને પકડવામાં પોલીસને સફળતા નથી મળી. જો કે SITએ 20 લોકોને આરોપી બનાવ્યા છે. નિલેશ જૈન રાઈડ્સનું સંચાલન કરતો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. તો પરેશ શાહે ખાનગીમાં નિલેશ જૈનને સબ કોન્ટ્રાક્ટ આપ્યો હતો.

error: