ગ્રામજનોનો જીવવું મુશ્કેલ બની
પોલીસ અને ગ્રામજનો વચ્ચે થશે બેઠક
ધરતીકંપ ના આંચકા માનવ સર્જત
માંડવી તાલુકા ના અરેઠ ગામે ચાલી રહેલ સ્ટોન ક્વોરી ના વિરોધ ની લડત ઉગ્ર. આજથી પાંચ દિવસ માટે અરેઠ ગામ રહેશે બંધ, સ્ટોન ક્વોરી પર ધરણાં કરવા જતાં ગ્રામજનોને પોલીસે અટકાવ્યા. શનિવારે રેવન્યુ, ભૂસ્તર વિભાગ, પોલીસ અને ગ્રામજનો વચ્ચે યોજાશે બેઠક.
માંડવી ના અરેઠમાં આ ધરતીકંપ ના આંચકા માનવ સર્જત છે. અને જેનું પાછળ નું કારણ છે આ વિસ્તારમાં ધમધમતો સ્ટોન ક્વોરી ઉદ્યોગ. આ ક્વોરી ઉદ્યોગ ને લઈ ને ગ્રામજનોનો જીવવું મુશ્કેલ બની ગયું છે. અરેઠ ગામની આસપાસ માં પાંચ જેટલી ક્વોરી કાર્યરત છે. ગ્રામજનોનું માનીએ તો આ ક્વોરીઓ માં થતા બ્લાસ્ટ સંપૂર્ણ રીતે ગેરકાયદેસર છે. આ ક્વોરી માલિકોને ૨૪ કલાક દરમ્યાન માત્ર એકવાર બ્લાસ્ટ કરવાની પરમિશન હોય છે. પરંતુ ક્વોરી માલિકો દિવસ માં ત્રણ વાર વેગન બ્લાસ્ટ કરી રહ્યા છે.
સમાન્ય બ્લાસ્ટ ની પરમિશન છતાં વેગન બ્લાસ્ટિંગ કરવામાં આવે છે. સામાન્ય બ્લાસ્ટ અને વેગન બ્લાસ્ટમાં ખુબજ અંતર હોય છે. સામાન્ય બ્લાસ્ટ ૧૦ થી ૨૦ ફૂટ ડ્રિલીગ કરી કરવામાં આવે છે. જ્યારે વગન બ્લાસ્ટ માં ટ્રેક્ટર વડે ૧૦૦ થી ૨૦૦ ફૂટ બોર કરી અંદર હેવી એક્સપ્લોઝિવ નાખી બ્લાસ્ટ કરવામાં આવે છે.
ક્વોરી ને લઈ ને ગ્રામજનો છેલ્લા 7 વર્ષથી લડત લડી રહ્યા છે. પંચાયત થી લઈ પાર્લામેન્ટ સુધી તેઓ ફરિયાદ કરી ચુક્યા છે. પરંતુ તંત્રના બહેરા કાને આ ગ્રામજનોનો અવાજ નથી પહોંચી રહ્યો.
ત્રણ કલાક સુધી પોલીસે ગ્રામજનોને સ્તોન ક્વોરી પર જતાં અટકાવ્યા હતા. ઘટનાની ગંભીરતા ને લઈ માંડવી પોલીસ જિલ્લા એલ.સી.બી એસ.ઓ.જી તેમજ મદદનીશ પોલીસ અધિકક્ષક નિધિ ઠાકુર પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા.