અમદાવાદના ઓઢવમાં અસામાજીક તત્વોનો આતંક સામે આવ્યો છે. ઓઢવમાં ઉમિયાનગર નજીક રસ્તા પર પાર્ક કરાયેલા વાહનોમાં તોડફોડ કરી છે. આશરે 20 થી વધુ વાહનોના કાર તોડતા અસામાજીક તત્વો છે. 2 બાઈક પર આવેલા લુખ્ખાઓ તોડફોડ કરી ફરાર થઈ ગયા છે. લુખ્ખાઓના વધી રહેલા આતંકના પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. લુખ્ખાઓ દ્વારા તોડફોડની ઘટના CCTVમાં કેદ થઈ છે. ઓઢવ પોલીસે CCTVના આધારે તપાસ હાથ ધરી છે.બીજી તરફ આ અગાઉ અમદાવાદના ન્યુ વાસણામાં એક દુકાન બહાર કર્મચારીએ વ્યક્તિને બેસવાની ના પાડતા સ્થાનિક શખ્સે તેને માર માર્યો હતો. પ્રેમ મેવાડ દુકાનમાં કર્મચારી પર શખ્સે હુમલો કર્યો હતો. મારામારીની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ હતી.