Skip to main content

Satya Tv News

બાળકીઓ ઝેબા અને ઝૈનબ તળપદી ભાષામાં કાલુ કાલુ બોલતી સાંભળવા મળી રહી છે. બંને બાળકીઓ નર્સરીમાં અભ્યાસ કરે છે. એક બાળકી ડોક્ટર બનીને દર્દીઓની સેવા કરવા તેમજ બીજી બાળકીએ કેમેરામેન બનીને ઈન્ટરવ્યૂ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. બંને બાળકીઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળવાની ઈચ્છા વ્યક્ત કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જમ્મૂ-કશ્મીરમાં આવીને તેમની સાથે બરફમાં એન્જોય કરે તેવી ઈચ્છા વ્યક્ત કરી છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોના કારણે બંને સુપરસ્ટાર્સ બની ગઈ હોવાથી “ટ્વિન સિસ્ટર્સ” નામની ફિલ્મ બનાવવાની ઈચ્છા પણ બાળકીઓએ વ્યક્ત કરી હતી.

ઝેબા અને ઝૈનબે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કશ્મીર આવવા માટે આમંત્રણ આપ્યું છે. તેમણે કહ્યું કે તેઓ ઈચ્છે છે કે PM મોદી કાશ્મીર આવે અને કાશ્મીરનાં સુંદર પહાડો બાળકીઓ સાથે માણે…બાળકીઓ PM સાથે બરફમાં રમવા પણ ઈચ્છે છે. એટલું જ નહીં બાળકીઓએ એવું પણ કહ્યું કે તેઓ PM મોદીનો ઓટોગ્રાફ પણ લેવા ઈચ્છે છે.

error: