હલ્દવાની હિંસાને લઈ દેહરાદૂન, હરિદ્વાર અને ઉધમ સિંહ નગર જિલ્લામાં પોલીસ સંપૂર્ણ એલર્ટ પર છે. ગુરુવારે સાંજે મુસ્લિમ સમાજના લોકોના ટોળાએ હુમલો કર્યો હતો. આ હુમલામાં 4 બદમાશોના મોત થયા છે. જ્યારે 100થી વધુ પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. હલ્દવાનીમાં ઈન્ટરનેટ સેવા બંધ છે.તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓને સંવેદનશીલ વિસ્તારો પર નજર રાખવા સૂચના આપવામાં આવી છે. દેહરાદૂન SSPએ પણ સમગ્ર શહેરમાં હિલચાલ વધારી દીધી છે. સંવેદનશીલ વિસ્તારો પર પોલીસ સતત નજર રાખી રહી છે. ઉધમસિંહનગર SPએ પણ સમગ્ર જિલ્લામાં પોલીસ બંદોબસ્ત વધારી દીધો છે. પોલીસ દરેક ખૂણે-ખૂણે નજર રાખી રહી છે અને સામાન્ય લોકોને પણ અફવાઓ પર ધ્યાન ન આપવાની અપીલ કરવામાં આવી છે.
પોલીસકર્મીઓ અને વહીવટીતંત્ર સિવાય આ ઘટનામાં ઘાયલ થયેલા લોકોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ કોઈ જાનહાનિની માહિતી નથી. પોલીસના જણાવ્યા અનુસાર, પરિસ્થિતિ તંગ છે, પરંતુ નિયંત્રણમાં છે. DIGએ કહ્યું અમારી પાસે આ સમગ્ર ઘટનાના અલગ-અલગ ફૂટેજ છે, આ ઘટના પાછળના તમામ બેફામ તત્વોની ઓળખ કરવામાં આવશે અને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.