Satya Tv News

બળાત્કારની આ ઘટના ગોંડા જિલ્લાના કિશોરી ધનેપુર પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામની એક ખાનગી શાળામાં બની હતી. શુક્રવારે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી માસૂમ બાળકી લંચ બ્રેક દરમિયાન શાળાના પ્રાંગણમાં રમતી હતી. તે જ સમયે તેની પાસે 8 અને 10 વર્ષના બે છોકરાઓ આવ્યા. બંને એક જ શાળામાં અભ્યાસ કરે છે. બંનેએ તેને ફોસલાવીને સ્કૂલની પાછળ લઈ ગયા. ત્યાં એક પછી એક તેને પોતાની હવસનો શિકાર બનાવ્યો. ભયભીત અને પીડાથી કંપારી નાખતી પીડિતા કોઈક રીતે તેના ઘરે પહોંચી

આરોપીઓએ અશ્લીલ વીડિયો જોયા બાદ દુષ્કર્મ આચર્યું હોવાનું કબૂલ્યું છે. તેઓના કહેવા મુજબ તેઓ અગાઉ શાળામાં જ મોબાઈલ ફોન પર અશ્લીલ ફિલ્મો જોતા હતા. જે બાદ તેઓ માસૂમ બાળકીને લઈને સ્કૂલની પાછળ ગયા હતા. ગુનો કર્યા બાદ તે ઘરે ગયા હતો. ત્યાં તેઓ ડરીને ઘરમાં છુપાઈ ગયા હતા. પીડિતાએ બંનેની ઓળખ કરી લીધી છે. તપાસ કર્યા બાદ પોલીસ આરોપીને જુવેનાઈલ કોર્ટમાં રજૂ કરશે. ત્યાંથી તેને જુવેનાઈલ હોમમાં મોકલી શકાય છે.

error: