રાજસ્થાનનું સિરોહી ઘણી મહિલાઓના ગેંગરેપથી થથરી ઉઠ્યું છે. અહીં એક બે નહીં પરંતુ 20 મહિલાઓ સાથે કુકર્મ થતાં સહુ કોઈ ચોંકી ઉઠ્યાં હતા. સિરોહી જિલ્લામાં 20 મહિલાઓ પર કથિત રીતે ગેંગરેપ કરવામાં આવ્યો હતો. પોલીસે અત્યાર સુધીમાં આઠ એફઆઈઆર નોંધી છે. તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
પીડિતોનો આરોપ છે કે સિરોહી મ્યુનિસિપલ કાઉન્સિલના અધ્યક્ષ મહેન્દ્ર મેવાડા અને કમિશનર મહેન્દ્ર ચૌધરીએ 8-10થી વધુ લોકો સાથે મળીને તેમના પર બળાત્કાર ગુજાર્યો હતો અને તેમના અશ્લીલ વીડિયો પણ બનાવ્યા હતા. પોલીસને આપેલી ફરિયાદમાં પીડિતોએ આરોપ લગાવ્યો હતો કે, આંગણવાડી કેન્દ્રોમાં નોકરી અપાવવાની આડમાં આ તમામને સિરોહી બોલાવાઈ હતી. મહેન્દ્ર મેવાડાએ તેમના ઘેર રોકી હતી ત્યાર બાદ ખોરાકમાં નશીલો પદાર્થ ભેળવાયો હતો. ભોજન ખાધા બાદ બધી મહિલાઓ બેભાન થઈ ગઈ. પીડિતોએ દાવો કર્યો હતો કે જ્યારે મહિલાઓ ભાનમાં આવી ત્યારે તેમને માથાનો દુખાવો અનુભવાયો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે મહેન્દ્ર મેવાડા, મહેન્દ્ર ચૌધરી અને તેના સાથીઓએ તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો અને અશ્લીલ વીડિયો રેકોર્ડ કર્યા હતા.