Satya Tv News

પાલી જિલ્લાની એક મહિલાએ સિરોહી પોલીસમાં ફરીયાદ આપતાં આ આખો કાંડ સામે આવ્યો હતો. પીડિતાનું કહેવું છે કે બે-ત્રણ મહિના પહેલા તે પોતાની સહેલીઓ સાથે સિરોહી આંગણવાડીમાં કામ કરવા માટે આવી હતી. આ દરમિયાન સિરોહી મ્યુનિસિપલ કાઉન્સિલે ચેરમેન મહેન્દ્ર મેવાડા અને તત્કાલીન કમિશનર મહેન્દ્ર ચૌધરી સાથે મુલાકાત કરી હતી. બંનેએ પોતાના એક પરિચિતના ઘરે તેમને રોક્યા અને ખાવા-પીવાની વ્યવસ્થા કરી. આ દરમિયાન બંનેએ ભોજનમાં ડ્રગ્સ ભેળવીને પોતાના સાથીઓ સાથે મળીને મહિલાઓ પર બળાત્કાર ગુજાર્યો હતો. મહિલાઓને દારુના અડ્ડા નજીકના ઘરમાં રાખ્યાં હોવાનો આરોપ પણ છે.

જ્યારે તમામ મહિલાઓ ભાનમાં આવી તો બધાએ ચેરમેન અને કમિશનરને પૂછ્યું, પછી આ મામલો સામે આવ્યો. તેમણે પોતાના સાથીઓ સાથે હસીને કહ્યું કે આ કામ માટે અમે તમને છેતરીને અહીં બોલાવ્યા છે. તે બધા નશાની હાલતમાં હતા. પીડિતાનો આરોપ છે કે આ લોકો વીડિયો બનાવીને તેમને બ્લેકમેલ કરી રહ્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે પુરુષો મહિલાઓ પાસેથી 5 લાખ રૂપિયાની માંગ કરી રહ્યા છે અને વારંવાર વીડિયો વાયરલ કરવાની ધમકી આપી રહ્યા છે. એટલું જ નહીં, વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને શારીરિક સંબંધ બાંધવાનું પણ દબાણ કરી રહ્યાં છે.

આ કેસની તપાસ કરી રહેલા અધિકારી ડીવાયએસપી પારસ ચૌધરીએ જણાવ્યું હતું કે, થોડા સમય પહેલા આ મહિલાઓએ સિરોહી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જે તપાસમાં ખોટી હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ હવે 8 મહિલાઓએ રાજસ્થાન હાઈકોર્ટમાં રિટ દાખલ કરી હતી, જેના પર હવે કેસ દાખલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે સિરોહી મ્યુનિસિપલ કાઉન્સિલમાં હાલમાં કોંગ્રેસનું રાજ છે.

error: