પંચમહાલના કોટડા ગામે મહિલાએ સંતાનો સાથે કૂવામાં ઝંપલાવ્યું છે. જે ઘટનામાં 2 સંતાનો સાથે કૂવામાં ઝંપલાવનાર માતાનું મોત થયું છે. પાણીમાં ડૂબી જવાથી બન્ને સંતાનોના પણ કમકમાટી ભર્યા મોત થયા છે.
કોટડા ગામના નિશાળ ફળિયામાં રહેતી પરિણીતાએ આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ઉલ્લેખનીય છે કે, 2 સંતાનો સાથે મહિલાની ગઇકાલ સાંજથી શોધખોળ ચાલી રહી હતી. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે. આપઘાતની ઘટનાના પગલે પોલીસે તપાસ હાથ ધરી છે. જો કે, હજુ સુધી કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી