યુપીના શામલીના ડીએસપી શ્રેષ્ઠા ઠાકુર લગ્નમાં છેતરાયા
સામાન્ય માણસો તો છેતરાતાં જ હોય છે પરંતુ એક લેડી પોલીસ ઓફિસર પણ ઠગબાજની જાળમાં આવી ગઈ અને તેની સાથે પ્રેમલગ્ન પણ કરી લીધાં અને તેના છોકરાની માતા પણ બની પરંતુ આખરે સાચી વાત જાણમાં આવી ત્યારે તેમના સમાજમાં રહેવાયું તેવું ન રહ્યું. લગ્ન કરાવી આપતી સાઈટ (મેટ્રિમોનિયલ) પર લગ્ન કરવાં જતાં મહિલા DSP શ્રેષ્ઠા ઠાકુર છેતરાયા છે. યુપીના શામલીમાં તહેનાત DSP શ્રેષ્ઠા ઠાકુરને જ્યારે ખબર પડી કે તેનો પતિ રોહિત રાજ કોઈ IRS અધિકારી નથી પરંતુ એક ઠગબાજ છે બસ આટલું જાણતાં શ્રેષ્ઠાના પગ નીચેથી જમીન સરકી ગઈ અને તેમણે તત્કાળ તલાક લઈ લીધા અને પૂર્વ પતિ સામે છેતરપિંડીનો કેસ પણ કરી દીધો. છૂટાછેડા બાદ પણ રોહિત રાજ પત્નીને દમદાટી આપીને લોકોને છેતરતો રહ્યો હતો અને છૂટાછેડા લીધા ત્યાં સુધી લોકો પાસેથી લાખો રુપિચા પડાવ્યાં હતા.
કંટાળીને ડેપ્યુટી એસપી શ્રેષ્ઠા ઠાકુરે લગ્નના બે વર્ષ બાદ પતિ રોહિત રાજને છૂટાછેડા આપી દીધા હતા. પરંતુ આમ છતાં છેતરપિંડી કરનારે પોતાનું કામ છોડ્યું ન હતું. તે મહિલા પોલીસ અધિકારી દ્વારા તૈનાત જિલ્લાઓમાં ગયો અને તેના નામે છેતરપિંડી કરવાનું શરૂ કર્યું. હાલ તે ગાઝિયાબાદના કૌશાંબી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહે છે. જ્યારે તેને લોકો સાથે છેતરપિંડીની ફરિયાદો મળવા લાગી ત્યારે શ્રેષ્ઠા ઠાકુરે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે. મામલાની તપાસ કરવામાં આવી રહી છે. પૈસાની છેતરપિંડીનો પણ મામલો સામે આવ્યો છે. આરોપીએ મહિલા પોલીસ અધિકારી પાસેથી લાખો રૂપિયાની છેતરપિંડી કરી છે.