Satya Tv News

આપણે વાત કરી રહ્યા છીએ કોટન કેન્ડી ની. સામાન્ય રીતે લોકો તેને ‘ બુદ્ધિના બાલ ‘ ના નામથી પણ ઓળખે છે. કોટન કેન્ડી ( બુદ્ધિના બાલ ) નો ઉલ્લેખ અહીં એટલા માટે કરવામાં આવી રહ્યો છે કારણ કે કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીના અધિકારીઓને તપાસ દરમિયાન તેમાં હાનિકારક (ઝેરી) રસાયણો મળ્યા છે. આ પછી, પુડુચેરી પ્રશાસને કોટન કેન્ડીના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લીધો છે. જાણો શા માટે સરકારે તેના પર પ્રતિબંધ મૂક્યો અને એડવાઈઝરી જાહેર કરી. ખાદ્ય સુરક્ષા અધિકારીઓએ કોટન કેન્ડી ( બુદ્ધિના બાલ ) નું પરીક્ષણ કર્યું અને તેમાં રોડમાઇન-બી (Rhodamine-B) નામના ઝેરી પદાર્થની માત્રા મળી આવી. લેફ્ટનન્ટ ગવર્નરે લોકોને વધુ એક સલાહ આપી છે. જે મુજબ બાળકોએ આવી ખાદ્ય સામગ્રી ખરીદવાનું ટાળવું જોઈએ જેમાં કલર માટે કેમિકલનો ઉપયોગ કરવામાં આવે. તમિલસાઈ સુંદરરાજને એડવાઈઝરી જાહેર કરતો એક વીડિયો પોસ્ટ કર્યો છે.

પ્રશાસનના નિર્દેશો પર ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટની એક ટીમે પુડુચેરીના અલગ-અલગ વિસ્તારોમાંથી કોટન કેન્ડી ( બુદ્ધિના બાલ ) ના સેમ્પલ લીધા અને લેબમાં ટેસ્ટ કરાવ્યા. હવે ઝેરી પદાર્થ મળી આવતાં કેટલીક દુકાનોને સીલ મારવામાં આવી છે. બીજી તરફ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થ (NIH.gov) અનુસાર રોડામાઇન બી જેને સામાન્ય રીતે RhB તરીકે પણ ઓળખવામાં આવે છે. તે એક રાસાયણિક સંયોજન છે. જેનો ઉપયોગ રંગ તરીકે થાય છે. ખાદ્ય પદાર્થો સાથે શરીરમાં પ્રવેશ્યા પછી તે કોષો અને પેશીઓ પર વિતરિત અસર ધરાવે છે. લાંબા સમય સુધી RhB મિશ્રિત ખોરાક ખાવાથી કેન્સર અથવા લીવરને નુકસાન થઈ શકે છે. અતિશય માત્રામાં તેની હાજરી ઝેર જેવી સ્થિતિનું કારણ બની શકે છે.

error: