Satya Tv News

ત્રીજી ટેસ્ટ મેચ માટે બીસીસીઆઈએ 10 દિવસ માટે હોટલ બુક કરાવી છે અને ભારતીય ખેલાડીઓ આ હોટલમાં 11 થી 20 ફેબ્રુઆરી સુધી રોકાશે. ખેલાડીઓ માટે ખાવા, પીવા અને રહેવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ટીમના કેપ્ટન રોહિત શર્મા માટે સૌરાષ્ટ્ર હેરિટેજ થીમ ધરાવતો સ્પેશિયલ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે. ખેલાડીઓનું આગમન સમયે ખાસ ગરબા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું.

ખેલાડીઓને નાસ્તામાં ખાસ કાઠિયાવાડી-જલેબી અને ફાફડા આપવામાં આવે છે તેમજ તેમના લંચમાં ખાસ થાળી પરોસવામાં આવે છે. જેમાં ગુજરાતની પ્રખ્યાત વાનગીઓનો સમાવેશ થાય છે. જો ડિનરની વાત કરીએ તો કાઠિયાવાડી વાનગીઓ જેમ કે ખાખરા, ગરિટા, થેપલા, ખમણ, દહીં ટીકરી ખેલાડીઓને પીરસવામાં આવશે એમ જ રાત્રિભોજનમાં ખીચડી કઢી અને વઘારેલો રોટલો પણ આપવામાં આવશે.

ત્રીજી ટેસ્ટની શરૂઆત પહેલા યજમાન ટીમ માટે એક ખરાબ સમાચાર આવ્યા હતા. અનુભવી બેટ્સમેન કેએલ રાહુલને સીરિઝની છેલ્લી ત્રણ મેચ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. જોકે, ટીમ મેનેજમેન્ટે પહેલા જ સ્પષ્ટ કરી દીધું હતું કે પ્લેઈંગ ઈલેવનમાં તેને સામેલ કરવાનો નિર્ણય તેની ફિટનેસના આધારે લેવામાં આવશે. અહેવાલો અનુસાર, તે સંપૂર્ણ રીતે ફિટ નથી અને ત્રીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. તેના સ્થાને યુવા બેટ્સમેન દેવદત્ત પડિકલને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

error: