Satya Tv News

માઈનોરીટી સમાજના લોકો ઉપર અત્યાચાર
ગુજારનાર હાંસોટ મથકના છે પી.આઈ
પી.આઈ સામે પગલાં ભરવા મુદ્દે આવેદન

હાંસોટ તાલુકાના એસ.સી,એસ.ટી,ઓ.બી.સી અને માઈનોરીટી સમાજના લોકો ઉપર અત્યાચાર ગુજારનાર હાંસોટ મથકના પી.આઈ સામે પગલાં ભરવા મુદ્દે જિલ્લા પોલીસ વડાને આવેદન પત્ર પાઠવવામા આવ્યું હતું

YouTube player

હાંસોટ તાલુકાનાં પાંજરોલી સહિતના ગામોના આગેવાનોએ ભરુચ જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે એક આવેદન પત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર હાંસોટ તાલુકામાં તમામ સમાજના લોકો હળીમળીઅને પ્રેમભાવથી રહે છે.પરંતુ હાંસોટ પોલીસ સ્ટેશનના પી.આઈ ચુડાસમાની નિમણૂક થઈ ત્યારથી હાંસોટ તાલુકામાં રહેતા આદિવાસી સમાજમાં એક ભયનો માહોલ ઉભો થયો છે.અને પોલીસ પ્રજાનો મિત્રએ વાત સંપૂર્ણપણે ભુલાઈ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.પી.આઈ નાના-મોટા ઝઘડાઓમાં પણ સમાધાન રાહે નિકાલ લાવવાની જગ્યાએ ફરીયાદી-આરોપી બંને પક્ષને અસહ્ય માર મારતા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે.ઉપરાંત પોલીસ સ્ટેશનમાં લાકડાના હાથાવાળો ચામડાના પટ્ટા વડે મહિલાઓને પણ માર મારતા હોવા સાથે પાંજરોલી ગામના મહિલા સરપંચ,પુત્રવધુને મહિલા પોલીસ વિના ઉચકી લઈ જઈ સખત અપશબ્દો ઉચ્ચારી માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યા છે.ત્યારે આવા અધિકારી સામે પગલાં લઈ તેઓની બદલી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

error: