Satya Tv News

કાલબી ગામે ધો.1 થી 5 માં ફક્ત એકજ શિક્ષક
વિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓ ભણાવતા નજરે પડ્યા
SATYA TV ના કેમેરા માં કેદ

ડેડીયાપાડા કાલબી ગામે ધોરણ 1 થી 5 માં ફક્ત એક શિક્ષક છે જેઓ પોતે આચાર્ય પણ છે અને કારણોસર બહાર ગયા હોવા થી શાળાના બાળકોને બાળકો જ ભણાવતા નજરે પડ્યા હતા

નર્મદા ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત સરકારના આ સુત્રો નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના અંતરિયાળ કાલબી ગામે ખોટા સાબિત થઈ રહ્યા છે આવું SATYA TV ના કેમેરા માં કેદ થયા ગત રોજ બપોરના સમયે ત્રણ વાગ્યાના ગાળામાં કાલબી ગામની પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક શાળાનો ઓરડો છોડીને વડપાડા ગામે કંઈ કારણોસર કામ અર્થે ગયા હતા ત્યારે ધોરણ 1 થી 5 માં ફક્ત એક શિક્ષક છે. જેઓ પોતે આચાર્ય પણ છે અને શિક્ષક તરીકે પણ સેવા બજાવે છે, પરંતુ તે પણ કંઈક કારણોસર બહાર ગયા હોવા થી શાળાના બાળકોને બાળકો જ ભણાવતા નજરે પડ્યા હતા, આદિવાસી વિસ્તારમાં ભણતા બાળકોનું શિક્ષણ આવી જ રીતે જોવા મળશે તો કઈ રીતે આદિવાસી બાળકો શિક્ષણ ક્ષેત્રે આગળ આવશે એ એક ચિંતાનો વિષય છે. ત્યારે નર્મદા જિલ્લાની બીજી શાળાઓમાં પણ આવી જ પરિસ્થિતિ છે કે તે પણ જોવું રહ્યું?

error: