ભુજમાં 38 વર્ષીય આનંદ રાઠોડ નામના યુવકનુ હાર્ટ એટકથી મૃત્યુ થયુ છે. આ તરફ ભુજમાં જ 39 વર્ષીય ઘનશ્યામ ઠક્કર નામના યુવકનુ પણ મૃત્યુ થયુ છે. આ દરમિયાન હવે કચ્છમાં બે યુવકનું હાર્ટએટેકથી નિધન થયું છે.
હાર્ટના સોજાને ‘માયોકાર્ડિટિસ’ કહેવામાં આવે છે. આવી સ્થિતિમાં હાર્ટના મસલ્સમાં સોજો આવી જાય છે. જેનાથી શરીરને બ્લડ સપ્લાયમાં મુશ્કેલી આવે છે. તેના કારણે હાઈ બીપી, હાર્ટ એટેક, સ્ટ્રોક, કાર્ડિયાક અરેસ્ટ જેવો મોટો ખતરો થઈ શકે છે. આ ખતરો મોટો તો છે પરંતુ તમે લક્ષણોને ઓળખી સમય પહેલા સારવાર શરૂ કરો તો ગભરાવવાની જરૂર નથી પડતી.
હાર્ટમાં સોજા આવવાના લક્ષણ
શ્વાસ લેવામાં તકલીફ
છાતીમાં દુખાવો
તાવ અથવા ગળામાં ખીચખીચ
ચક્કર અને બેભાન થવા જેવો અનુભવ થવો
સાંધામાં દુખાવો અને માથામાં દુખાવો
હાર્ટ બીટ વધી જવી અથવા અનિયમિત થઈ જવી
આળસ અને થાક લાગવો