Satya Tv News

13 ફેબ્રુઆરીની સવારે પીએમ નરેન્દ્ર મોદીએ એક ટ્વિટ કર્યું હતું. જેમાં તેણે લખ્યું છે કે તે આગામી બે દિવસ સુધી UAE અને કતારના પ્રવાસે જશે. અહીં તે ઘણા કાર્યક્રમોમાં ભાગ લેશે, જેથી તે દેશો સાથે ભારતના સંબંધો સુધરે. પીએમ મોદીએ એમ પણ લખ્યું કે વડાપ્રધાન પદ સંભાળ્યા બાદ આ તેમની સાતમી UAE મુલાકાત હશે. આ ટ્વીટના કોમેન્ટ બોક્સમાં બીજેપી નેતા સુબ્રમણ્યમ સ્વામીએ લખ્યું- ”મોદીએ બૉલીવુડના સ્ટાર શાહરૂખ ખાનને પણ તેમની સાથે કતાર લઈ જવા જોઈએ. વિદેશ મંત્રાલય અને NSA કતારના શેખને મનાવવામાં નિષ્ફળ જતાં મોદીએ શાહરૂખ ખાન પાસે મદદ માંગી હતી.”

શાહરૂખ ખાન તરફથી એક નિવેદન સામે આવ્યું છે. જેમાં લખ્યું હતું કે નૌસૈનિકોના રિલીઝને સારી રીતે પાર પાડવાનો સંપૂર્ણ શ્રેય માત્ર ભારત સરકારના અધિકારીઓને જાય છે. શાહરૂખ ખાન આ બાબત સાથે કોઈપણ રીતે જોડાયેલો નથી. અન્ય ભારતીયોની જેમ શાહરૂખ ખાન પણ ખુશ છે કે નેવી ઓફિસર્સ તેમના ઘરે સુરક્ષિત પાછા ફર્યા છે.’ નેવી અધિકારીઓને છોડાવવામાં શાહરૂખ ખાનની કોઈ ભૂમિકા હોવાનો દાવો ખોટો હોવાનું જાણવા મળ્યું છે.

error: