Satya Tv News

8 જાન્યુઆરીએ બિલકિસ બાનોની અરજી પર સુપ્રીમ કોર્ટે હત્યા અને બળાત્કાર કેસમાં આજીવન કેદની સજા પામેલા 11 દોષિતોને તેમની મુક્તિના 17 મહિના પછી જેલમાં પાછા મોકલવાનો નિર્ણય સંભળાવ્યો હતો. સુપ્રીમ કોર્ટે તેના નિર્ણયમાં ગુજરાત સરકારના દોષિતોને સમય પહેલા મુક્ત કરવાના આદેશને રદ કર્યો હતો. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે પણ પોતાના નિર્ણયમાં ગુજરાત સરકાર સામે આકરી ટીપ્પણીઓ કરી હતી. રાજ્ય સરકારે તેમને હટાવવાની વિનંતી કરતી રિવ્યુ પિટિશન દાખલ કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, અદાલતે તેના નિર્ણયમાંથી ‘બિલ્કીસ બાનો કેસમાં રાજ્યએ ગુનેગારો સાથે કામ કર્યું’ જેવી સરકાર વિરોધી ટિપ્પણીઓને દૂર કરવી જોઈએ.

8 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે 11 દોષિતોને જેલમાં પાછા મોકલવાનો આદેશ આપતાં ગુજરાત સરકારના અકાળે મુક્તિના આદેશને રદ કર્યો હતો. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, રાજ્ય સરકાર સાથે મળીને કામ કરે છે અને આરોપીઓ સાથે સાંઠગાંઠ કરે છે તેવી ટિપ્પણીઓ ખૂબ જ અયોગ્ય છે. કોર્ટે કરેલી આ ટિપ્પણીઓને કારણે રાજ્ય સરકારની છબીને ઘણું નુકસાન થયું છે.ગુજરાત સરકારે આ કેસમાં રિવ્યુ પિટિશન દાખલ કરીને નિર્ણયમાંથી ગુજરાત સરકાર વિરુદ્ધ કરવામાં આવેલી કઠોર ટિપ્પણીઓને દૂર કરવાની માંગ કરી છે.

error: