દિવ્યાંગ દંપતીની અનોખી પ્રેમ કથા
પ્રેમ લગ્ન નથી પરંતુ લગ્ન પછીનો પ્રેમ અનોખો
જીવનસંગીની ભારતીનાં લગ્નનાં 10 વર્ષ થયા
ભરૂચનાં દિવ્યાંગ મનુભાઈ પ્રજાપતિ અને તેમની જીવનસંગીની ભારતીનાં લગ્નનાં 10 વર્ષ થયા છે. આ બંનેનાં પ્રેમ લગ્ન નથી પરંતુ લગ્ન પછીનો પ્રેમ અનોખો છે.
ભરૂચનું એવું દંપતી જેણે પોતાના 10 વર્ષના લગ્નજીવનમાં પ્રેમ પર ક્યારેય વિકલાંગતા હાવી થવા દીધી નથી.પ્રેમનો આમ તો કોઈ દિવસ હોતો નથી.છતાં આજનો દિવસ પ્રેમના દિવસ તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવાય છે. ભરુચનું એક દંપતી એવું છે જેણે પ્રેમની અલગ વ્યાખ્યા ઘડી છે. તેમનું માનવુ છે કે, શરીર તો કાલે બળી જવાનું છે.વિચારો સાથેનો પ્રેમ શાશ્વત રહે છે. અમે બંને ભલે દિવ્યાંગ છે પરંતુ અમારી દિવ્યાંગતાએ ક્યારેય અમારા પ્રેમ વચ્ચે અવરોધ ઉભો કર્યો નથી. જ્યારે અમારા લગ્ન થયા ત્યારે બધાને એમ હતું કે, બંને ખોટા લગ્ન કરે છે. લાંબો સમય સુધી ટકશે નહીં પરંતુ આજે અમારા લગ્નને 10 વર્ષ થયા છે અને અમે ખુબ ખુશહાલ જીંદગી જીવી રહ્યા છે.ભરૂચનાં દિવ્યાંગ મનુભાઈ પ્રજાપતિ અને તેમની જીવનસંગીની ભારતીનાં લગ્નનાં 10 વર્ષ થયા છે. આ બંનેનાં પ્રેમ લગ્ન નથી પરંતુ લગ્ન પછીનો પ્રેમ અનોખો છે.