Satya Tv News

હાલ અંડરગ્રાઉન્ડ વીજ લાઈન માટે વીજ વિભાગને 25 હજાર કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. બાકી ગ્રાન્ટ આગામી દિવસોમાં ફાળવવામાં આવશે. આમ આગામી વર્ષોમાં શહેરથી લઈ ગામડા સુધી વીજ લાઈનનો અંડરગ્રાઉન્ડ થઈ જશે. અવાર-નવાર બનતી દુર્ઘટનાઓનો અંત આવશે. અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો ઘુમા વિસ્તારમાં ફાયરમેનના મોતની ઘટના બાદ હાલ વીજકંપની દ્વારા જમીનમાં વીજલાઈન નાંખવાની કામગીરી શરૂ કરાઈ છે. આવી જ રીતે બોપલ વિસ્તારમાં કામગીરી ચાલી રહી છે. તો શહેરના છેવાડે આવેલા નરોડા વિસ્તારમાં યુજીવીસીએલ દ્વારા 9 સ્કેલમાંથી 3 સ્કેલમાં હાલ કામગીરી હાથ ધરાઈ છે. એટલે કે, આગામી વર્ષોમાં આ વિસ્તારોમાં ક્યાંય પણ લટકતા વીજતાર નહીં જોવા મળે.

સુરેન્દ્રનગરમાં વીજ કરંટ લાગતા ટ્રેક્ટરમાં સવાર 3 શ્રમિકોના મોત થયા હતા. તો ઉત્તરાયણ પર પક્ષીને બચાવવા જતા વીજ તારને અડી જવાથી એક ફાયર મેનનું મોત થયું હતું. આવી અનેક ઘટનાઓ છેલ્લા 5 વર્ષમાં સામે આવી છે. તેવામાં આવી ઘટનાઓને અટકાવવા માટે વીજ કંપનીઓએ વીજપોલ પર લટકતા તારને હટાવી, અંડરગ્રાઉન્ડ વીજ લાઈનનું કામ શરૂ કર્યું છે. જેથી કરીને ભવિષ્યમાં શેરીઓથી લઈને સોસાયટીઓ અને રસ્તા પર પણ ક્યાંય લટકતા વીજતાર નહીં જોવા મળે. વારંવાર કરંટના કારણે બનતી ઘટનાઓને અટકાવવા હાલ વીજ કંપનીઓએ અન્ડરગ્રાઉન્ડ વીજલાઈનની કામગીરીને પણ વધુ વેગવંતી બનાવી છે.

error: