Satya Tv News

સાબરકાંઠાના પ્રાંતિજના માઢ વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણની ઘટના સામે આવી છે. જૂથ અથડામણમાં 17 સહિત 30 લોકોના ટોળા સામે હત્યાનો ગુનો નોંધાયો છે. તેમજ ગઈકાલે રૂપિયાની લેવડ દેવડ બાબતે બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો. ટોળાએ પથ્થરમારો કરી કારમાં તોડફોડ કરી હતી. તેમજ એક યુવક પર લોખંડની પાઈપથી ગંભીર ઈજાઓ કરી હતી. ઈજાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં 30 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધાઈ હતી. બીજી બાજુ બનાસકાંઠાના પાલનપુરની રામપુરા ચોકડી પાસે આવેલી ઠાકોર સમાજની લાઈબ્રેરી નજીક મારામારીની ઘટના બની હતી. મળતી માહિતી અનુસાર વિદ્યાર્થીઓને ઠાકોર સમાજની લાઈબ્રેરીમાં વાંચવા ન દેતા આ અથડામણ થઈ હતી.

Created with Snap
error: