Satya Tv News

સ્ટૂડન્ટની ઓળખ લવકેશ ચંદ્રવંશીના રૂપમાં કરવામાં આવી છે. જે રૂંગટા કોલેજમાં BSC થર્ડ યરમાં છે. આ સંપૂર્ણ ઘટના વિશે વાત કરતા તેમણે ઈન્ટરવ્યૂમાં કહ્યું, “જે કંઈ પણ થયું તે અચાનક થયું હતું. મને આશા ન હતી કે મારી સાથે આવું થશે. અલગ ફીલ થઈ રહ્યું છે. કોન્સર્ટ ચાલી રહ્યો હતો અને હું ઉભો હતો મંચની સામે.” “આદિત્ય પરફોર્મ કરી રહ્યા હતા અને તે બધાના ફોન પણ લઈ રહ્યા હતા અને તેમના માટે સેલ્ફી પણ ક્લિક કરી રહ્યા હતા. હું સ્ટેજની પાસે હતો એટલે મેં સેલ્ફી માટે પોતાનો ફોન પણ તેમને આપ્યો પરંતુ તેમણે પોતાના માઈકથી મારા હાથ પર હુમલો કર્યો અને પછી કોઈ કારણ વગર મારો ફોન ફેંકી દીધો.”

“મારો ભાઈ મારી બાજુમાં ઉભો હતા. આદિત્ય એક ખૂબ જ મોટો સ્ટાર છે અને અમે તેમને પ્રેમ કરીએ છીએ માટે અમે કોન્સર્ટમાં ગયા. તે બધાની સાથે સેલ્ફી લઈ રહ્યા હતા. માટે મેં વિચાર્યું કે તે મારી સાથે પણ સેલ્ફી લેશે. માટે મેં પોતાનો ફોન આપી દીધો.””તેમણે મારી સાથે જે કર્યું તે આમ તો ન કરવું જોઈતું હતું. અન્ય કોઈ વિદ્યાર્થી પણ હોત તો પણ. અમે બધા તેમના ફેન છીએ અને અમે તેમને પ્રેમ કરીએ છીએ. માટે અમે તેમના કોન્સર્ટમાં જઈએ છીએ. આમતો આપણાં ત્યાં કલાકારોની કમી નથી.”

error: