Satya Tv News

સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરવા માટે ભારતીય નિવાસી અને એક દીકરીના માતા-પિતા હોવું જરૂરી છે. 10 વર્ષની દીકરી માટે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરી શકે છે. દીકરી 10 વર્ષની થાય ત્યાં સુધીમાં આ એકાઉન્ટ ખોલાવી શકો છો. આ યોજનામાં મહત્તમ 2 દીકરીઓ માટે એકાઉન્ટ ખોલાવી શક છો.કેન્દ્ર સરકારે જાન્યુઆરી-માર્ચ 2024 સુધી સુકન્યા સમૃદ્ધિ યોજનાનો વ્યાજદર 8.2 ટકા નક્કી કર્યો છે. આ સ્કીમ હેઠળ તમામ ક્વાર્ટરમાં વ્યાજ અપડેટ થાય છે. આ સ્કીમમાં 15 વર્ષ સુધી પૈસા જમા કરવાના રહે છે. 21 વર્ષે આ એકાઉન્ટ મેચ્યોર થઈ જાય છે. દીકરી 18 વર્ષની થાય તે પછી અડધી રકમનો ઉપાડ કરી શકાય છે.

આ યોજના હેઠળ તમામ ક્વાર્ટરમાં વ્યાજદર રિવાઈઝ કરવામાં આવે છે. આ યોજના શરૂથઈ ત્યારથી અત્યાર સુધીમાં મહત્તમ વ્યાજદર 9.2 ટકા અને ન્યૂનતમ વ્યાજદર 7.6 ટકા રહ્યો છે. દીકરી 21 વર્ષની થાય ત્યાં સુધી 8 ટકા વ્યાજ મળે તો, 15 વર્ષ સુધી આ સ્કીમમાં દર વર્ષે 1.5 લાખનું રોકાણ કરવાથી તમને 70 લાખ રૂપિયા મળશે.

error: