નવસારીના જલાલપોરમાં આવી એક ઘટના બની છે. જલાલપોરમાં પરિવારની સંમતિથી 23 જાન્યુઆરી 2023ના એક યુગલના લગ્ન નક્કી થયાં હતા. દુલ્હન પણ સજીધજીને માયરામાં આવી હતી અને બધા વરની રાહ જોઈ રહ્યાં હતા પરંતુ ખરે ટાણે વર ફસકી પડ્યો અને માયરામાં ફરક્યો જ નહીં. આ પછી માયરામાં હોહા મચી હતી અને દુલ્હન પક્ષમાં સોપો પડી ગયો હતો. વરરાજા ન આવ્યુંનું જાણીને મંગેતર સીધી પોલીસ સ્ટેશન પહોંચી હતી અને થનારા દુલ્હા સામે ફરિયાદ નોંધાવી હતી. યુવતીએ તેની ફરિયાદમાં રેપનો આરોપ લગાવ્યો છે. તેણે કહ્યું કે તેના થનારા પતિએ તેની સાથે માત્રને માત્ર શરીરસુખ માણવા જ લગ્નનું નાટક કર્યું હતું અને ખરે ટાણે ફસકી ગયો. મંગેતર યુવતીએ તેની ફરિયાદમાં સ્પસ્ટ કહ્યું કે આરોપીએ તેની પર રેપ કર્યો હતો. યુવતીએ તેની ફરિયાદમાં યુવાન, તેના માતાપિતા અને ભાઈ-ભાભીને આરોપી બનાવ્યાં છે અને વિશ્વાસઘાતની ફરિયાદ કરી છે.