Satya Tv News

વડોદરા રેલવે પીએસઆઈ એ.કે.કુંવારીયા ઈનામ પત્રક બનાવી રહ્યા હતા. તે દરમ્યાન રેલવે એલસીબી પોલીસ જવાન શૈલેષનું નામ ઈનામ પત્રકમાં ન હતું. જે બાબતે શૈલેષે કહ્યું કે, સાહેબ પત્રમાં મારૂ નામ કેમ નથી? તેવું કહેતા પીએસઆઈ કુંવારીયાએ કહેલ કે, તપાસમાં તારો કંઈ લેવા દેવા જ નથી? એટલે નામ નથી. જેથી શૈલેશે ઈનામ પત્રકનાં કાગળો પડાવવાનો પ્રયત્ન કરતા પીએસઆઈ તેમજ શૈલેશ વચ્ચે બોલાચાલી થવા પામી હતી. આ સમગ્ર મામલોમાં વાયુવેગે ફેલાતા લોકોમાં સમગ્ર બાબત ચર્ચાનો વિષય બનવા પામી હતી. જે બાદ આ સમગ્ર મામલો રેલવેનાં ઉચ્ચ અધિકારીઓ પાસે જતા સમગ્ર તપાસ રેલવે ડીવાયએસપીને સોંપવામાં આવી હતી. તપાસમાં બંનેએ પોત-પોતાની ભૂલ સ્વીકારી હોવાનું જાણવા મળી રહ્યું છે. ઈનામ પત્રકની બાબતમાં શૈલેષને લાફો મારવા બાબતે પીએસઆઈ એ.કે.કુંવાડિયાએ જણાવ્યું હતું કે, તું જવાદે કહી તેનો હાથ ઝાટક્યો હતો. બીજું કાઈ બન્યું ન હતું. તેમજ આ અંગેની તપાસ પૂર્ણ થઈ ગઈ છે. બીજું કંઈ વધારે નથી.

error: