સાંસદ રંજનબેન ભટ્ટે કહ્યું કે, મારા પર થઇ રહેલા આરોપ ખોયા છે, હું કુશ પટેલને છોડાવવા ગઇ ન હતી. કુશ પટેલના માતા પિતા મને મળવા આવતા હું પોલીસ સ્ટેશન ગઇ હતી. આ સાથે કહ્યું કે, બે વિધાર્થીઓ રોંગ સાઈડ આવતા હતા, બંને પાસે લાયસન્સ પણ નથી. તેમણે ઉમેર્યું કે, કુશના બહેનના લગ્ન હતા જેથી એને કન્યાદાન કરવાનું હતું એટલે પોલીસને માત્ર મળવા ગઇ. પોલીસે સંપૂર્ણ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ કુશ પટેલને જામીન પર છોડ્યો છે. આ સાથે સાંસદ રંજનબેન ભટ્ટે કહ્યું કે ઇજાગ્રસ્ત વિધાર્થીઓએ ફરિયાદ નથી કરી, હોસ્ટેલના યુનિયનના વિધાર્થી આગેવાનોએ FIR કરી છે. કુશના બહેનના લગ્ન હતા અને તેને કન્યાદાન કરવાનું હતું એટલે પોલીસને માત્ર મળવા ગઈ. કુશ પટેલ મારા ઘરની બાજુમાં જ રહે છે. તેમણે કહ્યું કે, હોસ્ટેલમાં ભણતા વિધાર્થીઓ પર FIR ન થાય તે કાળજી રાખવા માટે પણ હું પોલીસ સ્ટેશન ગઈ હતી.