કિંગ કાઉન્ટી પ્રોસિક્યુટર ઓફિસ તરફથી કહેવામાં આવ્યું છે કે તેઓ સિએટલ પોલીસ ઓફિસર કેવિન ડેવ સામે ફોજદારી કાર્યવાહી કરશે નહીં. જાહ્નવી કંડુલાનું મૃત્યુ થવું એ ઘણી દુઃખદ ઘટના છે અને કિંગ કાઉન્ટી સહિત સમગ્ર વિશ્વને અસર કરી છે. ‘ પોલીસ અધિકારીઓ ડ્રગના ઓવરડોઝના ઈમરજન્સી કોલ પર ઘટનાસ્થળે જઈ રહ્યા હતા અને તેઓ ઝડપથી ઘટનાસ્થળે પહોંચવા માટે વધુ ઝડપે ગાડી ચલાવી રહ્યા હતા. દરમિયાન રોડ ક્રોસ કરી રહેલી જ્હાન્વી કારની સામે આવી હતી અને કારની સ્પીડ વધુ હોવાને કારણે જ્હાન્વીને બચવાનો સમય ન મળ્યો અને ટક્કર થઈ હતી.
જ્હાન્વી કંડુલાનું જાન્યુઆરીમાં મૃત્યુ થયું હતું જ્યારે તેને ઓફિસર કેવિન દ્વારા ચલાવવામાં આવેલા પોલીસ વાહને ટક્કર મારી હતી. રિપોર્ટ અનુસાર, પોલીસકર્મી 119 કિલોમીટર પ્રતિ કલાકથી વધુની ઝડપે ગાડી ચલાવી રહ્યો હતો. અકસ્માત બાદ એક વીડિયો સામે આવ્યો હતો જેમાં પોલીસ અધિકારીઓ વિદ્યાર્થીના મોતની મજાક ઉડાવી રહ્યા હતા. તેમણે કહ્યું કે વિદ્યાર્થીના જીવનનું કોઈ મૂલ્ય નથી. તેને 11,000 યુએસ ડોલરનું વળતર આપવામાં આવશે. આ વીડિયો વાયરલ થયા બાદ ભારતીય લોકોમાં ગુસ્સો જોવા મળ્યો હતો.