સેનાએ બુધવારે પૂર્વ સિક્કિમમાં ઊંચાઈવાળા વિસ્તારોમાં અચાનક ભારે હિમવર્ષા અને ખરાબ હવામાનને કારણે ફસાયેલા 500 થી વધુ પ્રવાસીઓને બચાવ્યા હતા. સેનાએ એક સત્તાવાર નિવેદનમાં આ માહિતી આપી હતી. નિવેદન અનુસાર, પૂર્વ સિક્કિમમાં અચાનક હિમવર્ષાના કારણે ફસાયેલા 500 થી વધુ પ્રવાસીઓને સેનાના જવાનોએ બચાવ્યા. ત્રિશક્તિ કોર્પ્સના જવાનોને બચાવ માટે ત્યાં મોકલવામાં આવ્યા હતા અને ફસાયેલા પ્રવાસીઓને મદદ પૂરી પાડી હતી. ‘અચાનક ભારે હિમવર્ષાને કારણે નાથુલામાં 500 થી વધુ પ્રવાસીઓને લઈ જતા લગભગ 175 વાહનો ફસાઈ ગયા. ખરાબ હવામાન અને હિમવર્ષાની માહિતી મળતાની સાથે જ ત્રિશક્તિ કોર્પ્સના સૈનિકો શૂન્યથી નીચે તાપમાનમાં સ્થળ પર પહોંચ્યા અને ફસાયેલા પ્રવાસીઓને બચાવ્યા હતા.
‘પ્રવાસીઓને સલામતી સુધી પહોંચવામાં મદદ કરવા માટે સમયસર તબીબી સંભાળ, ગરમ નાસ્તો અને ભોજન અને સલામત પરિવહન પ્રદાન કરવામાં આવ્યું હતું. ત્રિશક્તિ કોર્પ્સ સિક્કિમમાં સરહદોની રક્ષા કરતી વખતે નાગરિક વહીવટ અને લોકોની મદદ કરવા માટે હંમેશા તૈયાર છે.’