વડોદરાના ગોત્રી વિસ્તારમાં રહેતા જતીન અર્જુનભાઈ પટેલે નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમા જણાવ્યું હતું કે, રાજમહેલ રોડ પર ઉંટખાનની ગલીના નાકે હું મોબાઈલ એસેસરીઝની દુકાન ચલાવું છું. તેમજ મારા ગ્રાહકોને ઓફર જણાવવા માટે હું ઈન્સ્ટાગ્રામ પર લાઈવ થયો હતો. જેથી મારા ગ્રાહકોએ જય શ્રી રામ કહીને શુભેચ્છા પાઠવી હતી. જે બાદ હું ઓફરની જાહેરાત કરતો હતો. તે દરમ્યાન sahid-patel-7070 નામની ઈન્સ્ટાગ્રામ આઈડી પરથી અભદ્ર કોમેન્ટ કરી હતી. જે કોમેન્ટ મેં જોતા તેનું નામ સહીદ પટેલ જે પાદરા ખાતે રહેતો હોવાનું જાણવા મળ્યું હતું. જે બાદ મેં તેને ફોન કરતા તેણે ફોન ઉપાડ્યો ન હતો. અને કોમેન્ટ વાળો ફોટો ડિલિટ કરી દીધો હતો.
આ મામલે બોલાચાલી થયા બાદ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જ્યાં કેટલાક લોકો દ્વારા આવી પથ્થરમારો શરૂ કર્યો હતો. સમગ્ર ઘટનાને પગલે પોલીસ દ્વારા ત્વરીત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ત્યારે આ ઘટનાની જાણ ડીસીપી લીના પાટીલે થતા તેઓ તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગયા હતા. તેમજ સમગ્ર વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધર્યું હતું. તેમજ પથ્થરમારો કરનારની શોધખોળ હાથ ધરી હતી. ત્યારે અચાનક જ ટોળા દ્વારા પથ્થરમારો શરૂ કરતા પોલીસ દ્વારા વિરોધ કરી રહેલ ટોળા પર લાઠીચાર્જ કરવો પડ્યો હતો. ત્યારે પથ્થરમારાની ઘટનામાં કેટલીક લારીઓને નુકશાન પહોંચ્યું હતું..