મૃતકની પત્નિ અલ્પાબેને ફરિયાદ નોંધાવી હતી કે, મારા પતિ દીપક હરજીવનભાઈ ધ્રાગધરિયા સુથારી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. મારે સંતાનમાં એક દીકરો દર્શન છે. જે ધો. 10 માં ભણે છે. ત્યારે તા. 22 ફેબ્રુઆરીએ હું મારા ભાઈ કેતન તથા ભાભી સાથે પિયર ગઈ હતી. ત્યારે પતિ દીપક તથા મારે દિકરો પુત્ર દર્શન બંને રાજકોટ ખાતે ઘરે હતા. જે બાદ મારા પતિનો રાત્રે 9.30 વાગ્યે ફોન આવ્યો હતો. ત્યારે તેમણે કહ્યું હતું કે, નીરાતે આવજે, ઉતાવળ ન કરતી. હું બહાર જમી લઈશ. જે બાદ હું રાત્રિનાં 11 વાગ્યે રાજકોટ મારા ઘરે આવી હતી. તે સમયે મારા પતિ દીપક ઘરે હાજર ન હતો. ત્યારે રાત્રે મેં તેમને ફોન કર્યો હતો. પણ તેમણે ફોન રીસીવ કર્યો ન હતો. સવારે મારા પતિનો બીજો ફોન ઘરે જ પડ્યો હતો. મોબાઈલમાં જોતા મારા પતિએ એક વીડિયો બનાવ્યો હતો. જે વીડિયો મારા પતિએ રાજકોટ પોલીસ કમિશ્નરને સંબોધીને બનાવ્યો હતો.
આ વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશનનાં પીએસઆઈ હિતેન્દ્ર પટેલ જેઓ ત્યાં ફરજ બજાવે છે. તેમજ વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશનનાં પીએસઆઈ હિતેન્દ્ર પટેલએ મારા પતિ દીપકને દારૂના કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી અવાર-નવાર પૈસાની માંગણી કરી મરી જવા મજબૂર કરતા તેમના ત્રાસથી કંટાળી મારા પતિએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે.