Satya Tv News

અલથાણની મોડલ પર પર બળાત્કાર કરનારો નબીરો જેલમાં ધકેલાયો છે. નબીરાએ મોડેલનાં બરડા પર સિગારેટનાં ડામ આપ્યા હોવાનું અલથાણ પોલીસ તપાસ બહાર આવ્યું છે. આ સમગ્ર મામલે પોલીસે બળાત્કારના ગુનામાં કાપડનાં વેપારીની ધરપકડ કરી હતી. અલથાણ પોલીસે વેપારીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેને જેલ હવાલે કર્યો હતો. મોડલ ઉપર નજર રાખવા માટે મિતેશે મોડલની કારમાં જીપીએસ પણ લગાવડાવ્યું હતું. 35 વર્ષીય કાપડનાં વેપારી મિતેશ સંપત જૈને વર્ષ 2018 માં ફોટોશુટ કરવાનાં બહાને 28 વર્ષીય મોડેલને પ્રેમ જાળમાં ફસાવી હતી.

મોડેલને લઈ મિતેશ મુંબઈ, દબણ, ગોવાની હોટલમાં તેમજ ડુમસનાં રાજહંસ બેલીઝાના ફ્લેટમાં લઈ જઈ શારીરિક સબંધ બાંધી ધમકી આપી હતી. 10 મી ફેબ્રુઆરીએ ડુમસનાં કાફેમાં અને વીકએન્ડ એડ્રેસમાં મોડેલ સાથે માથાકૂટ કરી હતી. વેપારીની લાયસન્સવાળી રિવોલ્વરથી એક રાઉન્ડ ફાયરિંગ થયું હતું.

error: