Satya Tv News

મેહુલ બોધરાએ સમગ્ર ઘટના બાદ સોશિયલ મીડિયામાં લાઈવ થઈ જણાવ્યું હતું કે, હું મારા અંગત કામ અર્થે બહાર જઈ રહ્યો હતો ત્યારે પર્વત પાટિયા પાસે બીઆરટી કોરીડોર પાસે એક બ્લેક કલરના કાચ વાળી નંબર પ્લેટ વિનાની ગાડી જોવા મળી હતી. ત્યારે મને એ ગાડી પર શંકા જતા તે ગાડી તરફ જઈને મારી સેફ્ટી માટે સોશિયલ મીડિયામાં લાઈવ શરૂ કર્યું હતું. ત્યારે તે ગાડી ચાલક મારી પર ગાડી ચડાવવાનો પ્રયત્ન કર્યો હતો. તે ગાડી ચાલકે મારી પર ઉગ્રતા ભર્યું વર્તન કર્યું હતું. તે સમય મેં કેન્ટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો તેમણે કોલ ઉપાડ્યો ન હતો. ત્યારબાદ ટ્રાફિક DCPને પણ કોલ કર્યો હતો. તેમણે પણ કોલ ન ઉપાડ્યો. વધુમાં તેમણે આક્ષેપ કર્યો હતો કે, ગાડી ચાલકે અન્ય લોકોને કોલ કરીને બોલાવ્યા હતા. તે લોકોએ તેમના પર પથ્થરમારો કર્યો હતો. તેમણે પોલીસ પર આક્ષેપ કર્યા હતો કે, આ બાબતે હું પુણા પોલીસ સ્ટેશનમાં પણ ગયો હતો જ્યાં પણ ગાડી ચાલક અને તેના સાથીદારો મને મારવાનો પ્રયત્ન કરે છે. તે લોકોએ પોલીસની હાજરીમાં ધમકી પણ આપી હતી. મેહુલ બોઘરાએ પી આઈ પર ગંભીર આક્ષેપ કર્યા હતા

error: