Satya Tv News

લોકસભા ચૂંટણી પહેલા ભાજપે આદિવાસી બેલ્ટમાં મોટું ઓપરેશન પાર પાડ્યું છે. કોંગ્રેસના દિગ્ગજ આદિવાસી નેતા નારણ રાઠવા ભાજપમાં જોડાયા છે. ફરી એકવાર ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરાએ આ ઓપરેશન પાર પાડ્યું છે. નારણ રાઠવાના ભાજપમાં જવાથી કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. પાંચ વખત લોકસભાના સાંસદ અને UPA સરકારમાં રેલ્વે રાજ્યમંત્રી રહી ચૂકેલા રાઠવા કોંગ્રેસમાં લાંબી મજલ કાપ્યા બાદ હવે ભાજપના થયા છે. ત્યારે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશે એ પહેલા ભાજપે કોંગ્રેસને મોટો ઝટકો આપ્યો છે. મોહન રાઠવા બાદ ભાજપનું આદિવાસી બેલ્ટમાં બીજી મોટુ ઓપરેશન પાર પાડ્યું છે. હાલમાં જ નારણ રાઠવાનો રાજ્યસભામાં કાર્યકાળ પૂર્ણ થયો છે. નારણ રાઠવા પુત્ર સંગ્રામ સિંહ સાથે કેસરિયો ખેસ ધારણ કર્યો છે. ભાજપની નિર્ણયશક્તિના કારણે પિતા-પુત્ર ભાજપમાં જોડાયા તેવુ તેમણે મીડિયાને જણાવ્યું

error: