સુપર કોમ્પ્લેક્ષના ત્રીજા માળ તૂટો
ત્રીજા માળનો સ્લેબ તૂટી પડતાં દોડધામ
દુકાનોને નુકશાન થવા પામ્યું
અંકલેશ્વર શહેરના બ્રિજ નગર પાસે આવેલ સુપર કોમ્પ્લેક્ષના ત્રીજા માળનો સ્લેબ તૂટી પડતાં દોડધામ મચી જવા પામી હતી
છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વર નગર પાલિકા દ્વારા શહેરમાં આવેલ જર્જરિત ઇમારતોના માલિકોને જોખમી ઇમારતો ઉતારી લેવા નોટિસ આપી છે.પરંતુ જર્જરિત ઇમારતોના માલિકોની ઉદાસીનતાને પગલે સ્લેબ તૂટી પાડવાની ઘટનાઓ સામે આવી રહી છે.ત્યારે આજરોજ બપોરના સમયે અંકલેશ્વર શહેરના બ્રિજ નગર પાસે આવેલ સુપર કોમ્પ્લેક્ષનો ત્રીજા માળનો ગેલેરીનો સ્લેબ ધડાકાભેર તૂટી પડ્યો હતો જેને પગલે કોમ્પ્લેક્ષમાં રહેતા રહીશો અને દુકાનદારોમાં નાસભાગ મચી જવા પામી હતી.ઘટનાને પગલે અંકલેશ્વર નગર પાલિકાના ફાયર વિભાગમાં જાણ કરવામાં આવતા ફાયર ફાયટરો સ્થળ પર દોડી આવ્યા હતા અને કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરી હતી આ ઘટનામાં કોઈને પણ જાનહાનિ નહીં થતાં સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો જ્યારે કોમ્પ્લેક્ષની નીચે આવેલ બે દુકાનો ઉપર કાટમાળ પડતાં દુકાનોને નુકશાન થવા પામ્યું હતું.