Satya Tv News

એક નિષ્ઠુર માતાએ બે દિવસની નવજાત બાળકીને કાલુપુર રેલવે સ્ટેશન પર ટ્રેનમાં બેગમાં મૂકી ત્યજી દીધી છે. મુસાફરોએ બાળકીના રડવાનો અવાજ સાંભળતા તાત્કાલિક રેલવે પોલીસને જાણ કરી હતી. ત્યાર બાદ રેલવે પોલીસ અને આરપીએફ બંને ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી હતી. નવજાત બાળકી મળી આવતા તાત્કાલિક ધોરણે 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી પાંચ મિનિટમાં એમ્બ્યુલન્સ ત્યાં પહોંચી હતી. બાળકીને સારવાર તેમજ તપાસ માટે અસારવા સિવિલ હોસ્પિટલ મોકલી આપી હતી. હાલ બાળકીની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે

error: