Satya Tv News

ભારતીય મહિલા ક્રિકેટના હતા કોચ
કોચના ઘરમાંથી 1.39 કરોડ મળ્યા
1.39 કરોડ રૂપિયા SOG પોલીસે કર્યાં જપ્ત

વડોદરાના પૂર્વ રણજી ક્રિકેટર અને ભારતીય મહિલા ક્રિકેટ ટીમના પૂર્વ કોચ તુષાર અરોઠેના ઘરમાંથી 1.39 કરોડ રૂપિયા SOG પોલીસે જપ્ત કર્યાં છે.

વડોદરા એસઓજીના પીઆઇ વી.એસ. પટેલને અંગત બાતમીદારથી બાતમી મળી હતી કે, અગાઉ ક્રિકેટ સટ્ટા અને ચીટિંગના કેસમાં સંડોવાયેલા આરોપી રિષી આરોઠે (રહે. મકાન નં-302, જે-1 એપાર્ટમેન્ટ, રોઝરી સ્કૂલની સામે, પ્રતાપગંજ, વડોદરા)ના ઘરે રૂપિયાના રૂપિયા ભરેલા થેલા પડેલા છે. જેના આધારે એસઓજીની ટીમે તેના ઘરે રેડ પાડી હતી. આ સમયે રિષી આરોઠેના પિતા તુષાર ભાલચંદ્ર આરોઠે મળી આવ્યા હતા. અને પોલીસે તુષાર આરોઠે સહિત 3 આરોપીની અટકાયત કરી છે અને આટલી મોટી રકમ ક્યાંથી આવી તેની સઘન તપાસ શરૂ કરી છે.

error: