મેષ (અ.લ.ઈ.)
આ રાશિના જાતકોને મહત્વના કાર્યોમાં સફળતા મળશે તેમજ માન-સન્માનમાં વૃદ્ધિ થશે અને વિદ્યાર્થીઓ માટે અનુકૂળતા જણાશે, આર્થિક લાભની સંભાવના પ્રબળ બનશે
વૃષભ (બ.વ.ઉ.)
લાભપ્રાપ્તિના અવસર અધિક મળશે અને શારીરિક સ્વાસ્થ્ય સારું જણાશે તેમજ કર્તવ્યનિષ્ઠા અને વાક્ચાતુર્યથી કામ સરળ બનશે, આર્થિક સ્થિતિ મજબૂત બનશે
મિથુન (ક.છ.ઘ.)
વેપાર-ધંધામાં સારા લાભ જણાશે અને નોકરીયાતને ઉચ્ચ અધિકારીથી લાભ જણાશે તેમજ બઢતીની ઉત્તમ તક મળશે, પરિવારમાં શાંતિ જણાશે
કર્ક (ડ.હ.)
પારિવારિક સમસ્યાઓમાં સમાધાન જણાશે અને વિદ્યાર્થીઓને સારી સફળતા મળશે તેમજ કોર્ટ-કચેરીના કામમાં પ્રગતિ જણાશે, કર્મચારીથી સારો સહયોગ મળશે
સિંહ (મ.ટ.)
સિંહ રાશિના જાતકોને મહેનતના પ્રમાણમાં ફળ ઓછું મળશે તેમજ નોકરી-ધંધામાં ધ્યાન આપવું પડે અને ઉદ્યોગ-વેપારમાં અનુકૂળતા જણાશે, સંતાનોના શૈક્ષણિક બાબતે પ્રશ્નો હળવા થશે
કન્યા (પ.ઠ.ણ.)
મામા-મોસાળથી લાભ થશે અને વાણી-વર્તનમાં કાળજી રાખવી તેમજ સગા-વ્હાલાથી પરેશાની જણાશે, જૂની સમસ્યાઓમાં સમાધાન મળશે
તુલા (ર.ત.)
તુલા રાશિના જાતકોને મહત્વના કાર્યોમાં વિલંબ જણાશે તેમજ આર્થિક બાબતે લાભ જણાશે અને ભાગ્યોદયની ઉત્તમ તક મળશે, તબિયતની બાબતે કાળજી લેવી પડશે
વૃશ્ચિક (ન.ય.)
ભાગીદારીના કામથી લાભ થશે અને વેપારીઓ સાથેના સંબંધોથી લાભ થશે તેમજ કોઈપણ પ્રકારની ઉધારીથી સાચવવું અને લેવડ-દેવડમાં કાળજીથી કામ લેવું
ધન (ભ.ધ.ફ.ઢ.)
ભાગ્યોદય માટે નવી તકો મળશે અને ધીરજથી કામની શરૂઆત કરવી તેમજ મિત્રો સાથે સામાન્ય મતભેદ રહેશે, અચાનક બહારગામ જવાનું થાય
મકર (ખ.જ.)
વેપારમાં નવી યોજના સફળ બનશે અને નવા લોકોની મુલાકાતથી લાભ થાય તેમજ દૈનિક જીવનની મુશ્કેલીઓમાંથી રાહત મળશે, માતાના સ્વાસ્થ્યમાં સાચવવું
કુંભ (ગ.સ.શ.ષ.)
સામાજિક, આર્થિક બાબતે સહકાર મળશે અને હરિફાઈવાળા કામમાં સફળતા મળશે તેમજ સંપત્તિને લગતા કાર્યોમાં સહયોગ મળશે, કરેલી મહેનત સારું ફળ આપશે
મીન (દ.ચ.ઝ.થ.)
મીના રાશિના જાતકોને ભૌતિક સુખ-સુવિધામાં વૃદ્ધિ થશે તેમજ નોકરીમાં યશના અવસરો મળશે અને પારિવારિક જીવનમાં સુખનો વધારો થશે, સ્વજનમિત્રોનો ઓછો સહયોગ મળશે