વાગરા ના ભેરસમ ગામે કંસાઈ નેરોલેક કંપની એ હાઇમાસ્ટ એલ.ઇ.ડી. ટાવર ગ્રામજનો ને અર્પણ કર્યો હતો.ટાવર રોશની થી ઝગમગાટ થતા પ્રજા જનોમાં ખુશી ની લહેર પ્રસરી જવા પામી હતી.
વાગરા ના ભેંરસમ ગામ ના સરપંચે પ્રવેશ દ્વાર પર અંધકાર ને દૂર કરવા કંસાઈ નેરોલેક પેન્ટ્સ લિમિટેડ કંપની માં હાઈ માસ્ટ ટાવર ની માંગણી કરી હતી.કંપની એ CSR ફંડ માંથી ૧.૭૫ લાખ ના ખર્ચે છ એલ.ઇ.ડી. લાઈટ સાથે નો ટાવર સ્થાપિત કર્યો હતો.જેનું કંપની ના પ્લાન્ટ હેડ રાજેશ પટેલ ના હસ્તે ગ્રામ જનો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.જેને પગલે ગ્રામ ની રોનક માં વધારો થતા ભેરસમ ના લોકો માં ખુશી ની લહેર પ્રસરી જવા પામી હતી.આ ઉપરાંત કંપની એ ગામના કોમ્યુનિટી હોલ નું નવીનીકરણ, પ્રાથમિક શાળા ના બાળકોમાં સ્ટેશનરી કીટનું વિતરણ સહિત મેડિકલ કેમ્પ ના આયોજન કરવામાં આવ્યા હતા.કંપનીએ કરેલ કાર્યો ની સરપંચે નોંધ લઈ સરાહના કરવા સાથે આભાર માન્યો હતો.કંપની એ છેલ્લા ત્રણ વર્ષમાં ચાર લાખ થી વધુ ભેરસમ ગામે ખર્ચ કરવામાં આવ્યો છે.
ઝફર ગડીમલ,સત્યા ટીવી – વાગરા.