Satya Tv News

ખેડૂતો દ્વારા 55 આવેદનપત્ર પાઠવવામાં આવ્યા..
વળતર સમાન વળતર મળે તે માંગ.
લોકસભા ચૂંટણીનો કરશે બહિષ્કાર ખેડૂતો

ભરૂચ જિલ્લામાં એક્સપ્રેસ વેના નિર્માણ માટે જમીન ગુમાવનાર ખેડૂતો લાંબા સમયથી વળતરની રકમને લઈ આંદોલનના માર્ગે વળ્યાં છે

ખેડૂતો અપેક્ષિત વળતરની માંગણીને લઈ મક્કમ છે તો સરકાર પણ કોઈપણ સંજોગોમાં વહેલી તકે એક્સપ્રેસ વે ની કામગીરી પૂર્ણ કરવાના મૂડમાં છે. સરકાર સામે વિરોધ પ્રદર્શિત કરવા આજે મોટી સંખ્યામાં ખેડૂતો ભરૂચ જિલ્લા કલેકટર કચેરીના પટાંગણમાં ભેગા થઈ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધીને છપ્પનનું આવેદન પત્ર કલેકટર ને સુપ્રત કર્યું હતું.ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે જિલ્લાના સ્થાનિક નેતાઓ અને અધિકારીઓ એ માત્ર વળતર બાબતે ખેડૂતો ને અત્યાર સુધી માત્ર લોલીપૉપ જ આપ્યા છે જે લઈ ફરી લોકસભા ચૂંટણી ટાણે ખેડૂતો દ્વારા વળતરની માંગ સાથે જિલ્લાના ખેડૂતોનો અવાજ વડાપ્રધાન સુધી પોહચે તે માટે આજરોજ કલેકટર કચેરીના પટાંગણમાં હાંસોટ,આમોદ,ભરૂચ તાલુકાના મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહી થાળી અને જુંજનું વગાડી વિરોધ પ્રદર્શન કરી માંગ કરી હતી કે એક્સપ્રેસ વે માં સુરત, નવસારી અને વલસાડ જેટલું વળતર ભરૂચને મળે તે માંગ ઉચ્ચારી ખેડૂતોએ 56મો આવેદનપત્ર પાઠવી માંગ પુરી નહિ થાય તો આવનારી લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

error: