શાક માર્કેટમાં બટાકાના ભાવમાં વધારો
શક્કરીયાના પાંચ ટકાનો ઘટાડો નોંધાયો
શાક માર્કેટ ગ્રાહકો વિના સૂની જોવા મળી
મહાશિવરાત્રી પર્વને લઈ અંકલેશ્વર શાક માર્કેટમાં બટાકાના ભાવમાં વધારો જોવા મળ્યો હતો જ્યારે ગત વર્ષ કરતાં આ વર્ષે શક્કરીયાના ભાવમાં પાંચ ટકાનો ઘટાડો નોંધાયો
શુકરવારે મહા શિવરાત્રિ પર્વને કારણે શાક માર્કેટમાં બટાકા અને શક્કરીયાની માંગ વધતાં મોટાપાયે લોકો ખરીદી કરી રહ્યા છે.તેવામાં ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે શક્કરીયાના ભાવ પાંચ ટકા ભાવ ઘટડો જોવા મળ્યો હતો જેને પગલે 40-30 રૂપિયે કિલો શક્કરીયાનું વેચાણ થઈ રહ્યું છે.જ્યારે બટાકાની આવકમાં ઘટાડો થતાં ચાલુ વર્ષે બટાકાના ભાવ 25 રૂપિયા કિલો વેચાણ થઈ રહ્યા છે.ત્યારે મહાશિવરાત્રિ પર્વમાં હિન્દુ સમાજના સભ્યો ઉપવાસ કરતાં હોવાથી બટાકા-શક્કરીયાનો ફરાળી માટે ઉપયોગ કરતાં હૉય છે.જેને કારણે મોટાપાયે તેની ખરીદી કરે છે.પરંતુ ચાલુ વર્ષે શાક માર્કેટ ગ્રાહકો વિના સૂની જોવા મળી રહી છે.
વિડીયો જર્નાલિસ્ટ કરણ સિંહ સાથે આકાશ પાટીલ સત્યા ટીવી અંકલેશ્વર