આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ઇ.એમ.આર.આઇ ગ્રીન હેલ્થ સર્વિસ ના મહિલા કર્મચારીઓ માટે નેત્રંગ ખાતે આવેલ સ્વામિારાયણ મંદિર માં સ્વ રક્ષણ તાલીમ યોજાઇ હતી.
ઇ.એમ.આઇ.ગ્રીન હેલ્થ સર્વિસ ઈમરજન્સી સર્વિસ સાથે કાર્યરત મહિલા કર્મચારીઓ માટે સ્વ રક્ષણ તાલીમ નુ આયોજન નેત્રંગ ખાતે સફળાપૂર્વક યોજાયું હતું , જેમાં ૧૦૮ ઈમરજન્સી સર્વિસ, અભયમ ૧૮૧ મહિલા હેલ્પ લાઇન, મોબાઈલ હેલ્થ સર્વિસ, ખિલખિલાટ, કરુણા અભિયાન ના ભરૂચ, નર્મદા અને છોટાઉદેપુર ના મહિલા કર્મચારીઓએ તાલીમ માં ભાગ લઈ સ્વ રક્ષણ ની જાણકારી મેળવી હતી.
ધવલભાઈ પારેખ પ્રોગ્રામ મેનેજર ના માર્ગદર્શન હેથળ તાલીમ નું સફળતા પૂર્વક આયોજન કરવામાં આવ્યું હતુ.
અતુલ્ય વીર ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ ના કમાન્ડિંગ ઓફિસર શ્રી અનુરાગભાઇ દુબે અને તેમની ટીમ દ્રારા સ્વ રક્ષણ ની વિવધ ટેકનિક શિખવવામાં આવી હતી, જેમાં મૂશ્કેલી ના સમયે સ્વ રક્ષણ માટે તે ઉપયોગી બનશે.
કાર્ય સ્થળે કર્મચારીઓની જાતીય સતામણી અને આવાં કિસ્સામાં ઓર્ગેનેઝશન ની આંતરિક ફરીયાદ સમિતિ ની કાયૅવાહી અને ઉપયોગિતા વિશે શ્રી ચંદ્રકાન્ત મકવાણા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર ૧૮૧ મહિલા હેલ્પ લાઇન દ્વારા માહિતી આપવામાં આવી હતી.તાલીમ માં ઈમરજન્સી મેડિકલ ઓફિસર અને પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર મહમદ હનીફ મહેશભાઈ વસાવા, પ્રવીણભાઈ વસાવા, ચેતનભાઈ જાદવ ઉપસ્થિત રહી ઉપયોગી માહિતી આપી હતી.
વિડીયો જર્નાલિસ્ટ સર્જન વસાવા સત્યા ટીવી ડેડીયાપાડા